આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર સંચાલિત અત્રેની આદર્શ નિવાસી શાળા(કુમાર), ગાંધીનગરમાં નીચે મુજબની સુવિધાઓ વિના મૂલ્યે આપવામાં આવે છે.
શાળા વિભાગ
- વિના મુલ્યે શાળા પ્રવેશ.
- પાઠયપુસ્તકો
- નોટબુક, કંપાસ બોક્ષ, નક્શાપોથી, પ્રયોગપોથી જેવા સ્ટેશનરી.
- ૩(ત્રણ) - જોડી ગણવેશ .
- બુટ-મોજાની એક જોડ.
- શાળામાં નિયત લાયકાત મુજબના અને તમામ વિષયના શિક્ષકો ધ્વારા શિક્ષણ.
- શાળામાં નિયમિત રીતે શિક્ષણિક કાર્ય કરાવવામાં આવે છે તેમજ નિયમિત મૂલ્યાકન કરી માર્ગદર્શન આપવામાં આવે છે.
- પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ
- શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રમત-ગમતો, સહઅભ્યાસીક પ્રવૃતિઓમાં માટે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે.
- વર્ષ દરમિયાન વાલી મિટિંગ યોજી વાલીશ્રીઓને બાળકના અભ્યાસ અંગે માહિતગાર કરવામાં આવે છે.
- શાળામાં ૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસની સુવિધા. તેમેજ અદ્યતન પ્રયોગશાળા.
- નાના- મોટા શૈક્ષણિક પ્રવાસો પણ શક્ય હોય ત્યાં સુધી વિના મૂલ્યે કરવામાં આવે છે.
- છાત્રાલયમાં ગુણવત્તા યુક્ત ભોજન, નાસ્તો, પથારી-પાગરણ, તેલ-સાબુ, ડોલ્-ટ્બ, થાળી વગેરે.
- શાળા/છાત્રાલયમાં પીવાના શુધ્ધ પાણીની સુવિધા, ફાયર સેફ્ટી, કંપાઉન્ડ વોલ, સોલર સિસ્ટ્મની સુવિધા.
- શાળા માં પીવાના શુધ્ધ પાણીની સુવિધા, ફાયર સેફ્ટી, કંપાઉન્ડ વોલની સુવિધા.
છાત્રાલય વિભાગ
- વિના મૂલ્યે છાત્રાલયમાં પ્રવેશ.
- સુવિધા યુક્ત હોસ્ટેલ.
- છાત્રાલયમાં ગુણવત્તા યુક્ત ભોજન, નાસ્તો,
- પથારી-પાગરણ,
- તેલ-સાબુ,
- ડોલ, ટબ.
- થાળી, વાટકી, ચમચી, ગ્લાસનો સેટ.
- ૮. છાત્રાલયમાં પીવાના શુધ્ધ પાણીની સુવિધા, ફાયર સેફ્ટી, કંપાઉન્ડ વોલ, સોલર સિસ્ટ્મની સુવિધા.
- ૯. ટોયલેટ બાથરૂમની સુવિધા.
- ૧૦. પીવાના પાણી માટે આર.ઓ. અને વોટર કૂલરની સુવિધા.
- ૧૧. ૨૪ કલાક સુરક્ષા વ્યવસ્થા
No comments:
Post a Comment